બોરસદના ગોરેલ ગામના ધર્મજ રોડની સીમમાં રહેતો મગન ઉર્ફે ભગત ડાહ્યા ઠાકોર પોતાના ઘર પાસે ઓસરીમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજાનો વેપાર કરતો હતો. આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળતાં તેના ઘરે દરોડો પાડી 3.920 કિલોગ્રામ ગાંજાનો જથ્થો સહિત પોલીસે મગન ઉર્ફે ભગત પાસેથી રોકડ રૂ.2410, મોબાઇલ, મળી કુલ રૂ.42,210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વિરસદ પોલીસે મગન ઉર્ફે ભગત ડાહ્યા ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.