ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પરષોત્તમ રુપાલાનો વિરોધ ચાલી રહ્યો છે.ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 'વિરોધ પાર્ટ -2'નો પ્રારંભ કર્યો છે,જે અંતર્ગત રાજ્યના જુદાં જુદા જિલ્લામાંથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ યાત્રા યોજી હતી.સુરેન્દ્રનગરમાં આજથી ધર્મરથ કાઢવામાં આવ્યા છે. પહેલા દિવસે ધર્મરથ 10 ગામોમાં ફર્યો હતો અને તમામ ગામોમાં રુપાલા અને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો.