કચ્છમાં રાપર તાલુકાના સુરબાવાંઢ સામુહિક હત્યાકાંડની ઘટના 23 વર્ષ બાદ ફરી યાદ થઈ છે.રાપરમાં એક જ કુટુંબના 9 સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.આખાય ગુજરાતને ઝાઝોડી મુકનાર આ ઘટનામાં પોલીસે 23 વર્ષ બાદ એક આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.આ ઘટનામાં સામેલ અને 23 વર્ષથી આ કેસનો નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લાકડાવાંઢની સીમમાંથી પકડી પાડ્યો હતો.