ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલા અયોધ્યા નગરમાં ગટરના પાણી જાહેરમાર્ગ પર આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.આ બાબતે અનેક વખતે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય પાલિકા દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવતા સ્થાનિકોએ વોટ નહિ આપવાની ચીમકી ઉચ્ચારી પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી સ્થાનિક સભ્યને રજુઆતો કરી હતી.