રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમની ટિકિટ રદ્દ ન થતા રાજપૂતો કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને એટલે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ દોડી ગયા હતા.ભુજની ખાનગી હોટેલમાં ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હતો.