પરષોત્તમ રુપાલા વિવાદ હવે ભાજપની ઉંઘ ઉડાડી રહ્યો છે,આજથી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 'વિરોધ પાર્ટ -2'નો પ્રારંભ કર્યો છે,જે અંતર્ગત રાજ્યના જુદાં જુદા જિલ્લામાંથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ યાત્રા યોજી હતી કચ્છમાંથી પણ માતાના મઢેથી ધર્મરથ યાત્રાની શરૂઆત થઇ હતી અને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો.