વીરપુરના ડેભારી ગામમાં રહેતા શિક્ષક ચેતનકુમાર સોમેશ્વર જોષી 22મીની સાંજે પત્ની નયનાબહેન તથા પુત્ર દેવ, ભવ્ય સાથે કાર લઇને ડેભારી વતનથી નેસ ગામમાં જવા નિકળ્યાં હતાં. જ્યાં બાલાસિનોર તરફ જવાના રોડ પર જતા રતનકુવા પાટીયાથી આગળ જતાં પાછળ મારૂતી વાન પુરઝડપે ધસી આવી ચાલકની બેદરકારીથી સામેથી આવતા બાઇક સાથે ધડાકાભેર અથડાતાં બાઇક સવાર યુવક અને મહિલા રસ્તા પર જ પટકાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બેકાબૂ મારૂતિ વાને ચેતનકુમારની કાર ને પણ ટક્કર મારી દીધી હતી. ત્યારે આ અકસ્માત ની જાણ ચેતનકુમારે તાત્કાલીક 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડયા હતા.