નવરંગપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો 15 વર્ષનો બાળક પોતાના ભાઈ માટે આઈસ્ક્રીમ લેવા માટે સામેના રોડ પર ગયો હતો,જ્યાં આઈસ્ક્રીમ લેવા બાબતે દુકાનદાર સાથે રકઝક થઈ હતી.15 વર્ષના ટાબરીયા સાથે બોલાચાલી થતા ત્યાં ઉભેલો યુવક એને સમજાવી રહ્યો હતો. એટલામાં બાળકે પોતાની પાસેથી છરી કાઢીને યુવકને મારી દીધી હતી. જેમાં યુવકનું મોત નિપજ્યું છે. પોલીસે બાળકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.