અમદાવાદમાં રહેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ટેનિસ પ્લેયર માધવીન કામથ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તેણે તેની પરિચિત યુવતીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી ડાઉનલોડ કરીને મોર્ફ કર્યા બાદ યુવતીનો મોબાઇલ નંબર પોસ્ટરમાં ફોર એસ્કોર્ટ સર્વિસ લખીને બદનામ કરી હતી. યુવતીને અજાણ્યા મોબાઇલ ફોન પરથી અઘટિત માંગણી કરતા ફોન આવતા યુવતીને પોસ્ટર બાબતે જાણ થઇ હતી. સાયબર ક્રાઇમે લગાવેલા પોસ્ટર અંગે સીસીટીવીને આધારે તપાસ કરતા માધવીન કામથ આ પોસ્ટર લગાવતો હોવાનું સામે આવ્યું હતું. હાલ માધવીન કામથ ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી રહ્યો હોવાથી તે પરત આવે ત્યારબાદ પૂછપરછ કરીને કાર્યવાહી કરાશે.