વિસનગર તાલુકાના વાલમ ગામે ચૈત્ર માસમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ ગામની દરેક વ્યક્તિમાં પ્રસરી જાય છે. જેમાં ચૈત્ર માસમાં વાલમ ગામે શ્વાસ થંભાવી દેતો હાથિયા ઠાઠુ મહોત્સવ તેમજ શુકનનો મેળો યોજાય છે. દૈવીશક્તિ અને લોકશક્તિના પ્રતીક સમા હાથિયા ઠાઠુ મહોત્સવ તારીખ 2/05/2024 ના રોજ રાત્રીના યોજાશે અને તારીખ 03/05/2024 ના રોજ વહેલી સવારે સાંકડી ગલીમાં હાથિયા ઠાઠું દોડશે.