વાપી તાલુકાના ગામોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાઓનો આંતક વધી રહ્યો છે. સલવાવ ગામમાં ભેસ અને વાછરડાનું મારણ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. મંગળવારે મળસ્કે આ સ્થળ પર દીપડો આવતાં પાંજરામાં પુરાયો હતો. જેને લઇ સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.હજુ પણ વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દીપડાઓ ફરી રહ્યાં છે. જેને પકડવા ફોરેસ્ટ વિભાગે કવાયત હાથ ધરી છે.