ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે સરકારને શરૂ નાણાંકીય વર્ષમાં બમ્પર કમાણી કરી આપી છે.વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સ્ટેટ જીએસટી ભાવનગરને જુદાં-જુદાં ટેક્સ સ્વરૂપે રૂ.૨૩૨૭ કરોડની આવક થઈ છે. બોગસ બિલિંગ કૌભાંડની પરિસ્થિતિ વચ્ચે પણ ટેક્સ સ્વરૂપે ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે સારું પ્રદર્શન કરતા સારી આવક મેળવી છે.નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂ.૨૧૧૬.૧૭ કરોડની આવક થઈ હતી. જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૧૦.૯૯ કરોડથી વધીને રૂ.૨૩૨૭.૧૬ કરોડ થઈ છે. જીએસટી વિભાગને શરૂ નાણાંકીય વર્ષનાં ફેબુ્રઆરી-૨૦૨૪માં સૌથી વધારે રૂ.૨૩૭.૦૩ કરોડની આવક તથા ઓગસ્ટ-૨૦૨૩માં સૌથી ઓછી ૧૫૭.૮૩ કરોડની આવક થઈ છે.