ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 16 - આણંદ સંસદીય મતવિસ્તાર માટે નિમાયેલા જનરલ નિરીક્ષક ટી.આનંદ (આઈએએસ) એ વલ્લભ વિદ્યાનગર સ્થિત મતગણતરી કેન્દ્ર નલીની આટર્સ કોલેજ અને બીજેવીએમ કોલેજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જનરલ ઓબ્ઝર્વરને મત ગણતરી કેન્દ્રો ખાતે આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતદાર વિભાગ દિઠ કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે તથા 108 -ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી રૂમ અને પોસ્ટલ બેલેટની મતગણતરી અંગેના રૂમ ઉપરાંત તમામ મતગણતરી રૂમ ખાતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા સહિતની વિસ્તૃત જાણકારી આપી હતી