કચ્છના ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન 1965 અને 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લેનારા યુદ્ધના નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક નાયકોની હાજરીમાં NCCના DG લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંઘે તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવેલા યુદ્ધ સ્મારકને ખૂલ્લું મૂક્યું હતું.નવનિર્મિત યુદ્ધ સ્મારકને “શ્રદ્ધાંજલિ પાર્ક” નામ આપવામાં આવ્યું છે.