કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ અને શારીરિક દિવ્યાંગ નાગરિકો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત અરોરા તથા મદદનીશ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઇના માર્ગદર્શન હેઠળ કચ્છ બેઠક પર મતદાન મથક સુધી પહોંચવા અસક્ષમ મતદારો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે.જે અંતર્ગત આજે બેઠક મળી હતી.