23થી 27 સપ્ટેમ્બર સુધી ચાલનાર ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં મફત મુસાફરી થનાર છે. દિવ્યાંગ વૃદ્ધ અને જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેમને અંબાજીમાં મફત મુસાફરી કરવા મળશે વહીવટી તંત્રએ ભાદરવી પૂનમના મહામેળામાં સૌપ્રથમવાર એક નવો પ્રયોગ કર્યો છે. આ માટે અંબાજીના 150 જેટલા રીક્ષા ચાલકોને તંત્ર દ્વારા એક ડ્રેસ કોડ આપવામાં આવશે અને આઠ કલાકના એક હજાર રૂપિયા આપવામાં આવશે. જેથી તેમને રોજી પણ મળી રહે અને શ્રદ્ધાળુઓની સેવા પણ થઈ શકે.