રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાએ રાજપૂત સમાજ પર કરેલા નિવેદનને લઇને સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ વિરોધ નોંધાવે છે. ત્યારે આગામી બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં ચૂંટણી સભા યોજાવાની છે, એ પહેલાં જિલ્લા રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરતો પત્ર જાહેર કર્યો કરાયો છે.જેમાં કોઈએ કાયદો હાથમાં ન લેવો તેવી અપીલ કરવામાં આવી છે.સાથે જ ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને આડેપાટે ચઢાવવાનો ઉલ્લેખ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેવી ભીતિ સેવાઈ હતી.