આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થતિને વધુ મજબૂત કરવા પોલીસ તંત્ર સુસજ્જ છે,પોલીસ સાથે દેશની સુરક્ષા એજન્સીના જવાનોએ પણ મોરચો સાંભળી લીધો છે ત્યારે અમરેલીના લીલીયા પોલીસ સ્ટેશનના લીલીયા ટાઉન, ક્રાકાચ, પીપળવા,વાઘણીયા અને પુંજા પાદર સંવેદનશીલ ગામોમાં BSF કંપનીના જવાનો સાથે ફ્લેગ માર્ચ અને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.