ગ્લોબલ કચ્છ ફેડરેશન સંસ્થા દ્વારા ભુજ-મુંબઈ તથા ભુજ-દિલ્હી રૂટ પર વિમાની સેવા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.સંસ્થાના ચેરમેન અનિલ ગોરે જણાવ્યું કે, ભુજ-મુંબઈ માટેની એક દૈનિક વિમાની સેવા શરૂ થઇ પણ હવે વધારાની ફ્લાઈટ શરૂ થાય તો ભાડા ઘટાડો થાય તેમ છે. ભૂકંપ બાદ ભુજ-મુંબઈ રૂટ પર 1 નહીં પણ 3 જેટલી વિમાની સેવાઓ એર ઇન્ડિયા, જેટ એરવેઝ અને કિંગ ફીશર એરલાઈન્સ દૈનિક ધોરણે કાર્યરત હતી, આ ત્રણેય સેવાઓ વિવિધ કારણોસર બંધ થઇ ગઈ હતી. હાલ 5 જેટલી ફ્લાઈટની જરૂરિયાતની સામે 2 ફ્લાઈટ કાર્યરત છે, જે પૂરતી નથી. જેથી ઈન્ડિગો કંપની આ રૂટમાં તેમની વિમાની સેવા ચાલુ કરે માંગ કરી હતી.