રાજપીપળા ભરૂચ અને છોટાઉદેપુર બેઠક માટે મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે રાજપીપળામાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં રાજપીપળા ના વિવિધ વિભાગનાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ કોલેજની વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાયા હતાં. જિલ્લા સેવા સદનના કચેરીનાં પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાન જાગૃત્તિ બેનર્સ સાથેની આ રેલી સંતોષ ચોકડી, સફેદ ટાવર અને ધાબાગ્રાઉન્ડ સુધી પહોચી હતી.