માલપુરના પીપરાણા મોરલી ગામની સીમમાંથી વાંઘા પાસેથી પસાર થતી વાત્રક જળાશયની જમણાકાંઠાની નહેરમાંગતરોજ અચાનક 100 ફૂટથી વધુ મોટું ગાબડું પડતાં હજારો ગેલન પાણી વહેવા લાગતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. નહેર તૂટવાના પગલે સિંચાઈ વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક નહેરમાં પાણીનો સપ્લાય સ્થગિત કરી દીધો હતો. પાંચ દિવસમાં નહેરનું રિપેરિંગ કામગીરી કરીને પુનઃપાણી શરૂ થાય તેવી ધારણા છે.