ગુજરાતમાં આવતીકાલે ત્રીજા ચરણની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે. ગતરોજ દાંતા તાલુકાના હડાદ ગામે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને સર્વ સમાજના લોકો જોડાયા હતા. જેમાં તેમણે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.