અમીરગઢ ચેકપોસ્ટ પર વાહન ચકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ટ્રક પર શંકા જતા ટ્રકને રોકવી તેમાં તપાસ કરતા પીવીસી પાઇપો ભરેલ હતી. પરંતુ પાઇપો નીચે વિદેશી દારૂ ભરેલ હોઈ ટ્રકના ચાલકની અટકાયત કરી વિદેશી દારૂ ભરેલ ટ્રકની વધારે તપાસ કરતા ટ્રકમાં લગાવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું વિદેશી દારૂ 182 પેટી જેની કિંમત 7,60,032 સહીત કુલ મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ લઇ જનાર સંદીપ ટાઢી તેમજ અન્ય એક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ આરંભી છે.