લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને મતદાન મથકમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પાબંદી લગાવવામાં આવી છે અને મતદાન માટે દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરીકોને પ્રથમ પ્રાધાન્ય અપાશે. મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલી વ્યક્તિઓ, ફરજ પરના જાહેર સેવક, મતદારના હાથમાં રહેલા બાળક, અંધ/અશક્ત મતદાર કે જે કોઈ વ્યક્તિની મદદ સિવાય હલી ચલી શક્તા નથી તેવા મતદારો સાથે કોઈ એક વ્યક્તિ, પ્રિસાઈડીંગ ઓફિસર મતદારોને ઓળખવા અથવા મતદાનના કાર્યમાં પ્રિસાઈડીંગ ઓફિસરને મદદ કરવાના હેતુસર પરવાનગી આપી છે.