કચ્છ-મોરબી લોકસભા બેઠકનું મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થવાનું છે, જેથી ઈ.વી.એમ. સહિતના સાધનો ઉપરાંત 8851 કર્મચારીઓને કચ્છના 1845 મતદાન મથકે પહોંચાડવા અને પરત લઈ આવવા માટે એસ.ટી.ની બસો દોડાવાશે. એસ.ટી. વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 6 વિધાનસભા મુજબ 8 એસ.ટી. ડેપોમાંથી રવિવારે 91 અને સોમવારે 154 મળીને કુલ 245 બસો ફાળવી દેવાઈ છે.