તાપી જિલ્લાના નિઝર તાલુકાના બોરદા ગામની સીમમાં ઉચ્છલ - નિઝર રસ્તા પરથી ટાટા કંપનીનું હાઇવા ડમ્પર પસાર થઇ રહ્યું હતું. તે વેળાએ ચાલકે હાઇવા ડમ્પરને પૂરઝડપે હંકારી સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં રસ્તાની બાજુમાં રેલિંગ તોડીને હાઇવા ડમ્પર રસ્તાની નીચે ઉતરી ખેતરમાં 66 કે. વી. પોલમાં ઘૂસી ગયું હતું. જેમાં સરકારી સંપત્તિને આશરે 10.70 લાખનું નુકસાન ડમ્પરના ચાલક સામે નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.