જંબુસર તાલુકાના સારોદ ગામમાં રહેતો 19 વર્ષીય યુવાન છેલ્લા 9 દિવસથી લાપત્તા બની જતાં ચિંતાતુર બનેલાં પરિવારે વેડચ પોલીસમાં જાણ કરી છે. સારોદ ગામે ખરી વિસ્તારમાં રહેતા મનહર પરમારનો 19 વર્ષીય દીકરો વૈભવ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતો. તેણે વલસાડની કોલેજમાંથી ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. પિતાએ તેને નોકરી ધંધો કરવા માટે ઠપકો આપ્યો હતો