કોંગ્રેસ અગ્રણી સામ પિત્રોડા દ્વારા ભારતીયો માટે રંગભેદને લઈ કરાયેલી વિવાદિત ટિપ્પણી બાદ ચારેકોર ભારે વિરોધ થઈ રહ્યો છે અને આવા નિવેદનોને લઈ પાર્ટી દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે ત્યારે, આજે મોડી સાંજે અરવલ્લી જિલ્લા ભાજપ અને મોડાસા શહેર વિભાગ દ્વારા મોડાસા ચાર રસ્તા ખાતે સામ પિત્રોડાનું પૂતળું બનાવીને પૂતળા દહન કર્યું હતું અને વિરોધ કર્યો હતો.