ભારત દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ 'અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત'. અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભમુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કૂમ કૂમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી.