મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી આજુબાજુના બધા જ વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. જેનું ખાસ કારણ છે તે ડુંગળીનો દેશી અને મીઠો સ્વાદ. આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ ઉનાળા માટે શ્રેષ્ઠ છે.તેમજ ખાસ કરીને ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં વિશેષ થાય છે. આ ગામમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર શરૂ છે. ગામમાં દર વર્ષે સરેરાશ 150 વીઘા જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ડુંગળીની સિઝનમાં આખા ગામમાંથી 15 હજારથી 20 હજાર ટન જેટલી ડુંગળી નું ઉત્પાદન ગામમાંથી થાય છે.હાલમાં 450 રૂપિયે મણ ડુંગળી વેચાય છે.