અંકલેશ્વર કાગદીવાડ ટેકરા વિસ્તારમાં રહેતા જાવીદ મુન્શી પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયરમાં ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં રહેલી તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રૂ. 27 હજાર રોકડા મળી રૂ. 7.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.