વલસાડના પારનેરા ડુંગર અને આજુબાજુનો જંગલ વિસ્તાર દીપડાઓ માટે અનુકૂળ આશ્રય સ્થાન બન્યું છે. વન્ય પ્રાણી દીપડો ગત મધ્ય રાત્રીઓ શિકાર અને પાણીની શોધમાં પારનેરા ડુંગરથી અતુલ તરફ પસાર થયો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. દીપડો ફરી પારનેરા ડુંગરમાં આવ્યો હોવાની જાણ પારનેરા ડુંગરની આજુબાજુમાં આવેલા ગામડાઓના પશુપાલકોને થતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા.