બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામના ગોગાપુરામાં લગ્ન પ્રસંગ હતો. જે દરમિયાન જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા હતા. લગ્નપ્રસંગે ઘરે મંડપ બાંધેલો હોય મંડપમાં ફટાકડો ફૂટતા આગ લાગી હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રસંગમાં આવેલા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી. આજુબાજુના લોકોએ પાણીનો માર ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.