ભારતીય ચલણમાં 500 અને 1000ના દરની નોટો રદ કરાયા બાદ આઠ વર્ષે પણ રદ થયેલી આ નોટોની હેરાફેરી ચાલી રહી છે ત્યારે, માલપુર પોલીસે બાતમી આધારે જૂની રદ થયેલી 500 અને 1000ના દરની 13 લાખથી વધુની કિંમતની ચલણી નોટો ઝડપી છે. ચોરીવાડ ચોકડી પાસે વાહન ચેકીંગમાં બાઇક આવી પહોંચતા તેને રોકી તલાશી લીધી હતી. જેમાં એક કાપડના થેલામાંથી રદ થયેલી જૂની 500ના દરની 2292 ચલણી નોટો તથા 1000ના દરની 198 ચલણી નોટો મળી આવી હતી.આ રદ ચલણી નોટો ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી. સમગ્ર બાબતે પોલીસે તપાસ આરંભી છે.