સિધ્ધપુર હાઇવે ઉપર દેથળી સર્કલથી આગળ એચ.પી. સી.એન.જી પંપની સામે આવેલ તિરુપતિ મોલ બાજુનાં શોપીંગનાં નીચેના ભાગે પાટણ એસ.ઓ.જી. પોલીસે ઓચિંતું ચેકીંગ હાથ ધરતાં કોઈપણ જાતના મેડીકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર ડૉક્ટર તરીકેનું રૂપ ધારણ કરીને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી બિમાર લોકોનાં સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી તેમાં ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીશ કરતા બોગસ તબીબ હાર્દિક નટવરભાઈ જાદવ ની અટકાયત કરી હતી અને અત્રેથી પોલીસે એલોપેથી દવાઓ, ઇન્જેક્શનો તથા મેડીકલ સાધનો મળી કુલે રૂા. 11587 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.