નર્મદા જિલ્લાના જંગલોમાં દવ લાગવાના બનાવો રોકવા માટે વન વિભાગ તરફથી આગોતરા પગલાં ભરવામાં આવ્યાં છે. જંગલ વિસ્તારોમાં મુખ્ય રસ્તાની આજુબાજુ દવ રેખા બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય રસ્તાની આસપાસ 5થી 7 ફૂટની જગ્યામાં પડેલા સુકાયેલાં પર્ણોને સળગાવી દેવામાં આવે છે. જેથી રસ્તા પર કોઇ સળગતી વસ્તુ નાંખે તો પણ જંગલમાં આગ લાગવાનો ખતરો ઓછો થઈ જાય. નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 43 ટકા વિસ્તારમાં જંગલો છે.