ખેડા મહિસાગર જિલ્લાના 120 તળાવોને ઉદવહન સિંચાઈ યોજનામાં આવરશે
ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8100 હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.