કલોલ તાલુકાના હાજીપુર ગામના યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. જ્યાં હાજીપુરના યુવક પોતાના ભાણિયાના લગ્નના સમાધાન કરવા માટે બાવલુ ગામે ગયા હતા અને ત્યાં જ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપીએ તેમની લાશને બાઈક ઉપર લઈ રાચરડા ગામે પસાર થતી માઇનોર કેનાલમાં ફેંકી દીધી હતી. ઘટનાની જાણ બાવલુ પોલીસને થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.