પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પાન પાર્લર અને ખાણીપીણીની દુકાનો બહાર ચેકિંગ કરી કુલ 22 જેટલી દુકાનોન સીલ મારી દીધુ હતું . અમદાવાદ મનપાએ છેલ્લા અઠવાડિયા દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા 155 એકમોને નોટિસ ફટકારી કુલ રૂપિયા 78,800 અને સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપનો ઉપયોગ કરતા 131 એકમો પાસેથી રૂપિયા 64,300નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. આમ કુલ 286 એકમોને નોટિસ આપી કુલ રૂપિયા 1.43 લાખનો વહીવટી ચાર્જ મનપાએ વસૂલ કર્યો છે