રખડતાં ઢોર; હાઈકોર્ટે કહ્યું, તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી છે
ગુજરાતમાં રખડતા ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓને રખડતાં ઢોરની અડફેટે આવતાં ઈજાગ્રસ્ત થવું પડે છે અથવા તો મોતની ઘટના સામે આવે છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને સરકારની ઝાટકણી કાઢી છે. આ મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશનમાં કહેવાયું હતું કે, ખરાબ રસ્તા અને રખડતા ઢોરના મુદ્દે કોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારે નિર્દેશ કર્યાં છે. આ મામલે હજી પણ માત્ર અને માત્ર કાગળ પર જ કામ થઈ રહ્યું છે.