કડી પોલીસે એક જ ગામ એટલે કે બલાસર ગામે દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ ઉપર તવાઈ બોલાવી હતી અને 1435 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. તેમજ રૂપિયા 7,600નો દેશી દારૂ બનાવવાના વોશને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. કડી પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.