અમદાવાદમાં પોલીસે ગણેશ વિસર્જન અને ઈદના જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા કડક બંદોબસ્ત ગોઠવવા પ્લાન તૈયાર કરી દીધો છે. શહેરમાં 9 ડીસીપી, 77 પીઆઇ, 200 જેટલા પીએસઆઇ અને હોમગાર્ડ તેની સાથે આરએએફની 14 ટુકડી અને એસઆરપીની 1 ટીમ પણ બંને દિવસ શહેરના રસ્તા પર હાજર રહેશે