કઠલાલના ખલાલ પાસે પખવાડિયા અગાઉ એક અર્ધબળેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. ઇન્દોરથી કિશોરી લઈને ભાગેલ યુવક અમદાવાદ મિત્રને ત્યાં છુપાયો હતો. મિત્રએ કિશોરી પાસે અઘટિત માગણી કરતા રોષે ભરાયેલ યુવકે મિત્રની ગાંધીનગર પાસે હત્યા કરી નાખી અને એ બાદ યુવક પ્રેમિકા કિશોરી તેમજ એક મહિલા સહિત ચાર ઈસમોએ પુરાવાના નાશ તરીકે હત્યા કરાયેલ મૃતદેહ બે કારમાં લઈ કઠલાલના ખલાલ ગામ નજીક લઈ આવી પેટ્રોલ છાટી બાળ્યો હોવાની ચોકાવનારી વિગતો સપાટી પર આવી છે. જે બાદ પોલીસે કિશોરી સહિત ચારને ઝડપી લીધા અને રીમાન્ડ મેળવ્યા છે.