ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે ધિંગાણું થયાની ઘટના સામે આવી છે. બે સમાજના પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં આઠ લોકોને ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે અને ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.