સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગેડ અને ઇડરના સપ્તેશ્વર પાસે ચાર દિવસ પહેલા બપોરના સમયે 35 વર્ષીય અનિલ બાબુભાઈ પંચાલ અને 20 વર્ષીય યુવાન સિદ્ધરાજસિંહ જશવંતસિંહ રાઠોડ બંને સાબરમતી નદીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ ત્રણ દિવસ સુધી પ્રાંતિજ, ઇડર, હિંમતનગર, માણસા, વિજાપુર અને મહેસાણા ફાયર વિભાગની ટીમ સવારથી સાંજ સુધી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ 2 ડૂબેલા યુવાનોના મૃતદેહોની કોઈ ભાળ મળી ન હતી. ત્યારે સતત ચોથ દિવસે ગુરુવારે સવારથી SDRFની બે ટીમોની મદદ લેવાઈ છે અને શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.