બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો સાથે આગચંપીનો પણ બનાવ બનવા પામ્યો છે. ઘટનાને પગલે નર્મદા જિલ્લાની Dy.SP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. ટીયર ગેસના સેલ છોડી નર્મદા પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.