સુરતમાં જાણીતા કુબેરજી બિલ્ડર ગ્રુપના માલિક નરેશ અગ્રવાલે શુક્રવારે સાંજે 4 વાગ્યે ઝેરી દવા અને ઘેનની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગઇ હતી. જમીન પ્રકરણ અને વ્યાજના ચક્કરના કારણે આ પગલું ભર્યું હોવાની શંકા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાતા તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.