કડી તાલુકાના સેદરડી ગામે છેલ્લા ઘણા વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા સામે આવતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વગર વરસાદે ગામના રોડ ઉપર ગંદા ગટરના પાણીની નદીઓ વહી રહી છે. જ્યાં દુર્ગંધ મારતી ગટરના પાણીથી લોકોને રહેવુ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તલાટી તેમજ પૂર્વ સરપંચને રજૂઆત કરવા છતાં કંઈ જ નિરાકરણ ના આવતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.