વડોદરામાં રાજ્યનો સૌપ્રથમ ઓપેરા હાઉસ જેવા ટાઉન હોલ બનાવવાનું પાલિકાએ આયોજન કર્યું છે. મુંબઈમાં રેમ્પ અને સ્ટેજના ફ્યૂઝન પર દર્શકો કલાકારોની કલાને માણતા હોય છે તે રીતે શહેરમાં દર્શકો 360 ડિગ્રી એંગલ થકી રેમ્પ પરની કલા માણી શકશે. સમા શાક માર્કેટની જગ્યામાં 25 કરોડના ખર્ચે ટાઉન હોલનું નિર્માણ થશે. જેમાં દરેક વર્ગના લોકો, શાળા, સંસ્થા અને રાજકીય કાર્યક્રમ યોજી શકાશે.