વડોદરાના કમાટીબાગ ખાતે રોજે હજારો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ત્યારે આ બાગની મુલાકાત લેવા માટે સૌથી આકર્ષક જોય ટ્રેન દ્વારા મુસાફરી કરી પ્રવાસીઓ આનંદ માણતા હોય છે. ગત સાંજે કમાટીબાગમાં આવેલ જોય ટ્રેન રાઉન્ડમાં હતી તે દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા સુમૈયાબેન ખજુરી ફોટો લેતી વખતે અચાનક ટ્રેન સાથે અથડાતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.